દુર્લભ દેવ દર્શન
દુર્લભ દેવ દર્શન
મંદિર, મસ્ઝીદ, ઉપાશ્રયો વળી,
ગુરુદ્વાર, ઈશ્વર કયો બેઠા છે?
ગાદીપતિ મો બેઠા ગોવાળો,
એવા દર્શન કાજે ક્યાં બેઠા છે ?
ઈશ્વરની ઓળખ આપવાને,
દરવાનો ઘણા ત્યાં બેઠા છે.
દરવાજે ટાઇમ ટેબલ રાખે છે,
સમયની અનુકૂળતાએ ત્યાં બેઠા છે.
દરવાજે તાળું આરામ ટાણે,
બપોરે સિંહાશને ક્યાં બેઠા છે?
શ્રુષ્ટિનું સંચાલન ઈશ્વર નામે છે,
સંતો સૌ માલિક થૈ બેઠા છે.