Pravina Avinash

Others


3  

Pravina Avinash

Others


ગુજરી ગયો

ગુજરી ગયો

1 min 14K 1 min 14K

સત્યનો માર્ગ જે જાણે અજાણે ચૂકી ગયો,
સમજો અસત્યના કળણમાં ઉંડો ખૂંપી ગયો.

પૈસાનો થેલો તો ભારી થઈ ગયો,
જવા ટાણે ફૂટી કોડી ન લઈ ગયો.

ગળા સુધી આડંબરથી જે ભર્યો હતો,
ભાગ્યના અટ્ટાહાસ્યમાં ફંગોળાઈ રહ્યો.

શંકા કુશંકાનો કાંટાળો તાજ પહેર્યો હતો,
આખે આખી જીંદગી હોડમાં મૂકી ગયો.

હર કદમ ખોટું ભરી આગે ધપતો રહ્યો,
જીવન જીવ્યો કે પછી તે ગુજરી ગયો?


Rate this content
Originality
Flow
Language
Cover Design