Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

4  

Ninad Adhyaru

Others

થાતી હશે

થાતી હશે

1 min
13.4K


જ્યારે જ્યારે એમની પધરામણી થાતી હશે,
ચાંદ સાથે સો ટકા સરખામણી થાતી હશે !

ખુદ ખુદા હાજર રહી ત્યાં નોકરી કરતા હશે,
પ્હેલાં પ્હેલાં પ્રેમની જ્યાં વાવણી થાતી હશે !

જોઈને હાલત બિચારા છોકરાની થાય છે,
છોકરી પણ કેટલી લલચામણી થાતી હશે !

કોક 'દિ આદેશ આપીને જુઓ શું થાય છે,
પ્રેમમાં કૈં કોઈ દિવસ માગણી થાતી હશે !

પ્રેમ કરવો હોય તો ચિંતા કદી કરવી નહિ,
એમની થાતી હશે એ આપણી થાતી હશે.

એના ઘરમાં રોશની આવી કદી જોઈ નથી,
નક્કી મારા કાગળોની તાપણી થાતી હશે.

આજ વરસો બાદ મળવાનું કહે છે એ 'નિનાદ',
પથ્થરોને પણ કદી શું લાગણી થાતી હશે ?


Rate this content
Log in