Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rakesh Rathod Mitr

Romance

2  

Rakesh Rathod Mitr

Romance

ગઝલ ગાલની

ગઝલ ગાલની

1 min
6.9K


જો કરું ચુંબન શરમથી લાલ એનાં થાય ગાલ,

ના કરું ચુંબન તો ગુસ્સે લાલ પણ થઇ જાય ગાલ.

 

હાથ જયારે ફેરવું છું હું તમારા ગાલ પર,

કેમ મારા સ્પર્શથી તુજ સાથમાં શરમાય ગાલ

 

તું હસે ખળખળ કરી તો ગાલમાં ખાડા પડે,

એ વખતનું જો કહું તો, મસ્ત એ દેખાય ગાલ.

 

વાળની આ લટ તમારા ગાલને છે ચૂમતી,

જોઈ મનમાં થાય કે ચુંબન ભરી પીવાય ગાલ.

 

ગાલ "નિશા" આપનાં ચૂમવા ગઝલને હું લખું,

"મિત્ર" તારી વાતથી રંગો વિના રંગાય ગાલ.

 

 

 


Rate this content
Log in