Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

ગઝલ કહો !

ગઝલ કહો !

1 min
6.1K

સાદી ગઝલ મહોબત આકારતી કહો,

પુષ્પો પરાગ સરખી સત્કારતી કહો.

ઝાંખપ વધે એ પહેલાં આલાપતી કહો,

ગરવી ગઝલ ચહેરો મલકાવતી કહો.

આ સાંજ ઊતરી આવી ભીનાં લિબાસમાં,

તો પણ શરાબી આંખો છલકાવતી કહો.

ઝાકળનાં ઝીણાં વસ્ત્રો ધારણ કર્યાં પછી,

ફૂલોની વાતચીતો લલકારતી કહો !

મદમસ્ત મય હશે કે મદમસ્ત આ મિરાત ?

દોસ્તો, ગઝલ કો' તરતી ને તારતી કહો !

જામોમીના છલકતાં તારાં અવાજમાં,

પીએ નહીં પરંતું પાતી રતિ કહો !

આવ્યાં છીએ જ રમતાં રમતાં ન રહી જશું,

એ ચીજ છું જ જેને સાચી ગતિ કહો !

Rate this content
Log in