Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

4  

Masum Modasvi

Others

મળે,

મળે,

1 min
13.7K


કળતા હ્રદયની લાગણી ભાવો ભરી મળે,
સપના સંજેલી આંખ માં આશા નવી મળે.

મોસમ મહકતા બાગની રંગત નવી ધરી,
રમતી થયેલી ડાળ પર હસતી કળી મળે.

મ્હેકી ક્ષણોની કામના આંબે નભે ચડી,
જેમા તમારી ભાવના ઓછી થતી મળે.

તારે મઢેલી ઓઢણી માથે સરી રહી,
કાંધે વિખરતા વાળની લટપણ ઢળી મળે.

શોભી રહેલા બાગના મંજર નિખારલઇ,
તરસી વિરહમાં જિંદગી મનની બળી મળે.

આવી શકતો આવવા ઈજન ધરું સનમ,
ચાહી શકોતો માણવા મનની લગી મળે.

હૈયે પડેલી વેદના માસૂમ કરાહતી,
ભીતર જગેલી ચાહના હૈયા ધરી મળે


Rate this content
Log in