Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

અનેરી આ જગની રીતિ

અનેરી આ જગની રીતિ

1 min
6.8K


જિંદગી તુજથી છે પ્રીતિ,

તો અંતરમાં શાને ભીતિ.

અનેરી આ જગની રીતિ.

જીવન એક હાથે લેતી,

બીજે હાથે બમણું દેતી.

અનેરી આ જગની રીતિ.

જીવનની અકલ્પ્ય ગતિ,

જો જે બદલાયના મતિ.

અનેરી આ જગની રીતિ.

ઘડીમાં ઉપર આભે ચડતી,

ઘડીમાં ધરતી પર પટકતી.

અનેરી આ જગની રીતિ.

દિલમાં તમન્નાની સુરખી,

આજે આવી કાલે સરતી.

અનેરી આ જગની રીતિ.

દિલમાં ધર સદા તું શાંતિ,

મુખડે પ્રસાર સદા કાંતિ.

અનેરી આ જગની રીતિ.


Rate this content
Log in