Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gopal Dhakan

Inspirational

4  

Gopal Dhakan

Inspirational

પિતા

પિતા

1 min
407


ગગન આખું ઢંકાય એવડું વ્હાલ,

પિતા કુટુંબને રક્ષતી ઢાલ.


માર્ગ મહીં એમના, કંટકો હશે હાજર,

તો'યે એના હોઠ પર, સ્મિત એનું એ અપાર,

માતાના પ્રેમ તણાં પુષ્પોને ઉછેરવા,

એ વાગોવાયેલ કાંટાળી વાડ. ૦ પિતા કુટુંબ...


સૂર્ય સમ શક્તિનો, સંચાર જે પૂરતા,

મનમાં ને મનમાં, રહે સતત ઝૂરતા,

સળગી રહી જીવનભર, ઉજાસને ફેલાવતા,

એ પ્રકાશિત દીવાની વાટ. ૦ પિતા કુટુંબ...


કાલને જુએ સદા, આજને જતી કરી,

બાળ સામે હારે એમ, જાણી જોઇ ક્ષતિ કરી,

ફૂલો મુરજાયેલને પ્રેમ પાયી બેઠા કરે,

રાખે જે કાયમી સંભાળ. ૦ પિતા કુટુંબ...


એ અન્ન પણ ત્યાગી શકે, મન પણ ત્યાગી શકે,

ત્યાગવાનું કહો તો, જીવન પણ ત્યાગી શકે,

આખુંય આયખું સુખને ત્યાગી દઈ,

સુખના સરોવરની બને પાળ. ૦ પિતા કુટુંબ...


Rate this content
Log in