મને પરવાનગી હતી
મને પરવાનગી હતી
1 min
13.8K
તારા સુધી જવા મને પરવાનગી હતી,
કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી.
કાળી સડક અમારી પછી ઝળહળી હતી,
જ્યાં શોકમાંથી શ્ર્લોક તરફ જિંદગી હતી.
ખુદની સમક્ષ ઊભો અને સરખો મને કર્યો,
સાચું કહું છું જીવ, કે એ બંદગી હતી.
છાપાને બદલે આજ મેં વાંચી હતી સવાર,
તેથી જ મારી આંખે અજબ તાજગી હતી.
દુનિયાનાં સુખ તો આંગણે આવી ઊભા હતા,
સારું થયું કે હાથમાં આ સાદગી હતી.
માણસનો એટલે હવે મહિમા કરો, કવિ,
ઈશ્વર વિશે અહીં ઘણી નારાજગી હતી.