યાદમાં
યાદમાં
1 min
6.6K
આવજો ને યાદમાં
યાદ છે ને યાદમાં
આપણે મળ્યા હતા
જાત ભેગી જાતમાં
હું અને તું ખોળતા
જાતની ખેરાતમાં
પાડવાને હું જુદો
હું ભળી ગ્યો આતમા
તારલાને માંડવે
ચાદની પી રાતમાં
ચાંદ તારા ભીગતા
ઓસની બરસાતમા.
આંખ જો ચૂતી રહી
તુ ગયો મધરાતમાં
ને પરોઢે ટમટમે
તારલા એ વાતમાં