Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

ભૂલ

ભૂલ

1 min
7.1K


ખેડવા માંડો તો જીવન રાસ આવી જાય છે,

રંગના એ ખૂશ્બુ ભીનાં શ્વાસ આવી જાય છે.

 

પૂર્ણ થાશે કલ્પનો મારી અધૂરી યાદનાં,

આજ તારા સંસ્મરણ એ ખાસ આવી જાય છે,

 

સાવ એકલતા ભરેલી જિંદગીની રાહ પર,

સ્નેહ વાવો ત્યાં જ લીલું ઘાસ આવી જાય છે.

 

જીવતરનો જંગ આ શતરંજની

બાજી ગણી,

ગોઠવો પ્યાદાં પછી વિશ્વાસ આવી જાય છે.

 

લાલ સ્યાહીથી લખો અરમાનની ખાતાવહી,

ક્યાં કરી છે ભૂલ એનો ક્યાસ આવી જાય છે.

 

 

     


Rate this content
Log in