રાધાની ઇચ્છા
રાધાની ઇચ્છા
1 min
6.8K
ખેલી હોળી હરખાવું છે,
સાજન હાથે સ્પર્શાવું છે.
આખેઆખો રંગી લીધો,
તો પણ કહું છું શરમાવું છે.
હું તો તારી રાધા કાના,
સંગે પ્રેમે ભીંજાવું છે.
હું તારી, પિચકારી તારી,
તારા રંગે રંગાવું છે.
આંખ ખુલે ને દર્શન પામું,
ત્યાં લગ દૂર મારે જાવું છે.
રાખી લે ને પડછાયામા,
તારામાં મારે દેખાવું છે.
આવી ઈચ્છા કોને નાં હોય?
રાધા નામે પડઘાવું છે.