Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જીવી લઈએ
જીવી લઈએ
★★★★★

© Arvind Sanghavi

Others

1 Minutes   1.3K    3


Content Ranking

ચાલ હવે એક દાવ નવો રમી લઈએ 
તું સંતાઈ જા બેઉ જણા ગોતતા રહીએ
 
ઉરના આંગણેથી અંતરના દ્રારે 
ભીતરના ભાવ બેઉ પ્રગટ કરીયે 
 
બાળપણ વિતાવ્યુ એજ આંગણે 
પડખામાં બેસીને વાતો કરી લઈએ 
 
રીસામણા મનામણા કરતા કરતા 
એકમેકના ખોળે ખોવાઈ જઈએ 
 
કબુલ કરૂ છું બધા તારા દાવ પેચ 
હવે આપણે બેઉ બુચ્ચા કરી લઈએ
 
તું જીતી હું હાર્યો ભવોભવનો વારો 
એક બીજા સાથે મળી જીવી લઈએ 
 
તારી જીદ બધી મને કબુલ મંજુર છે 
મર્યા પહેલા આ જીવન માણી લઈએ
 
કાજલની કોટડીમાં કેદ કરી લે મને 
હવે તારા શ્વાસમાં શ્વાસ ભરી લઈએ

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..