Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

વલણ નથી

વલણ નથી

1 min
6.8K


જેના હ્રદયમાં ભાવનું ભીનું વલણ નથી,
તેની રજાના હોય તો મળવું સરળ નથી.
 
જીવે નજરના હેતના ઘટના પ્રભાવમાં
ભાગે અમારા એટલે તારું શરણ નથી.
 
મનથી તમોને ભેટવા ઝંખે હ્રદય મગર,
આંખે તમારી સ્નેહનું જરતું ઝરણ નથી.
 
રસ્તા ભરેલા ખારથી નડતા કદમ કદમ,
કાપી શકોના એટલું ઊંચું ચઢણ નથી.
 
તમને અમારા જીવથી વ્હાલા અમે ગણ્યા,
કીધું તમારા નામનું ઓછું રટણ નથી.
 
મનથી વરેલી લાગણી આગળ વધી રહી,
તોયે હ્રદયના હેતનું માસૂમ કરણ નથી


Rate this content
Log in