હોવ હું
હોવ હું
1 min
6.6K
હોવ હું અને
હોય તારો ફોટો
બીજું કશું જ નહી
તેને જોઈ
હું શાંતિથી રડી તો શકું
બાકી લોકો એવા છે
કે જે આવીને
જન્મ મરણની
ફિલસૂફી સમજાવે છે
એ ક્યાં જાણે કે
હું એક કવિ છું
મને લાગણીઓ હંફાવે છે
હોવ હું અને
હોય તારો ફોટો
બીજું કશુમ જ નહી
તેને જોઈ
હુ શાંતિથી રડી તો શકું!