નિરખી લે , ઝાંખી લે ,
નિરખી લે , ઝાંખી લે ,
નિરખી લે, ઝાંખી લે,
ચાખી લે, પાંખી લે,
તારા પ્રેમને મારા હૈયાના દરપણમાં વાંચી લે!
હસી લે, રડી લે,
ગાઇ લે, નાચી લે,
તારી ઇચ્છાઓને મનનાં આકાશમાં ઊડાવી લે!
શોધી લે, વીણી લે,
જગાવી લે, મેળવી લે,
તારી ભાવનાઓને ચિત્તના ઉપવનમાં રોપી લે!
ઘસી લે, લૂછી લે,
નિચોવી લે, ફગાવી લે,
તારી લાગણીઓને દિલના દરિયામાં વહાવી લે!
ચાળી લે, ઠારી લે,
કાપી લે, છીણી લે,
તારી અપેક્ષાઓને 'જશ' સ્વપ્નના ભારામાં બાંધી લે!