માણસ નડી ગયો
માણસ નડી ગયો
ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા
માણસ બધે અફવામાં એવો સાંપડી ગયો,
ઇશ્વર બનાવાનોય ધંધો આવડી ગયો.
આ માણસો ભેગો અહીં માણસ પડી ગયો,
માણસ બધે માણસ બની સૌને નડી ગયો.
પાસાં જરાએ ખેલમાં ઊંધા પડી ગયાં,
ત્યારે ઘણો સરકારનો મોલો ચડી ગયો.
ધંધા કરી અવળા વખારોયે ઘણી ભરી,
આવ્યો ન કોઈ કામમાં દાણો સડી ગયો.
શાંતિની એની વાત તો બદલાઇ પણ નથી,
શાંતિના નામે ખૂબ એ યુદ્ધો લડી ગયો.