Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

સારા નસીબે

સારા નસીબે

1 min
6.3K


સારા નસીબે રોજના મળતા થયા હવે,
જોવા ચડેલી આંખને ગમતા થયા હવે.

કરતા ઉઠાવી આંખની ભીની સલામ પણ,
હસતાવદનના ભાવમાં ભળતા થયા હવે.

ચડતી બપોરે આકરો તડકો સહન કરી,
વાતો હ્રદયની ફોનમાં કરતા થયા હવે.

નીડર થયેલા લાગતા ઘરના દબાણથી,
સૌને લગાવી વાતમાં છળતા થયા હવે.

ઘોડે ચડીને ઘુમતા બાપૂ મહાબલી,
કિંતૂ સમયની ચાલમાં નમતા થયા હવે.

ચોરી ચકોરી માનતા માસૂમ જગતજનો,
રીતો બધીયે શાનમાં રમતા થયા હવે.


Rate this content
Log in