Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

આવો તો રામરસ પીજીએ

આવો તો રામરસ પીજીએ

1 min
167


આવો તો રામરસ પીજીએ

હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ.

તજી દુઃસંગ સત્સંગમાં બેસી,

હરિગુણ ગાઈ લહાવો લીજીએ... હો ભાગ્યશાળી.

મમતાને મોહજંજાળ જગ કેરી,

ચિત્ત થકી દૂર કરી દીજીએ... હો ભાગ્યશાળી.

દેવોને દુર્લભ દેહ મળ્યો આ,

તેને સફળ આજ કીજીએ... હો ભાગ્યશાળી.

રામનામ રીઝીએ, આનંદ લીજીએ,

દુર્જનિયાંથી ન બ્હીજીએ... હો ભાગ્યશાળી.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,

હેતે હરિરંગ ભીંજીએ... હો ભાગ્યશાળી


Rate this content
Log in