Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Vasava

Others

3  

Sandip Vasava

Others

જાત ખુદની સત્યમાં બાળી જુઓ

જાત ખુદની સત્યમાં બાળી જુઓ

1 min
7.1K


વીરડો શ્રદ્ઘા થકી આ રેતમાં ગાળી જુઓ.
રેત આ તન પર ઘસીને દેહ અજવાળી જુઓ

પ્રેયસીનાં રૂપને શબ્દો મહીં ઢાળી જુઓ,
એ પછી ઘાયલ થયેલાં શબ્દ સંભાળી જુઓ.

તે પરી સંગાથની એ રાત રઢિયાળી જુઓ,
ને વિના એ રાત એના સંગની કાળી જુઓ.

કાગળો ને આ ગઝલ પળમાં તમે સૌ બાળશો,
આ વિચારો જો બળે તો શોખથી બાળી જુઓ!

ફૂલ  ખીલવતો અને પોતે જ એ તોડી જતો,
આ નિયમ એ કાળનો સંભાળતો માળી જુઓ!

માનશે 'સંશમિ' કરેલા સૌ ગુનાઓ પ્રેમથી,
પણ તમે પણ જાત ખુદની સત્યમાં બાળી જુઓ.


Rate this content
Log in