Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purnima Bhatt

Others

2  

Purnima Bhatt

Others

એકલ દોકલ...

એકલ દોકલ...

1 min
6.8K


એકલ દોકલ સપનાને સથવારે તમને મળશું સાજન,
શરદ કેરી રાતે, ચાંદને અજવાળે રાસ રમશું સાજન.

પાંપણ પલકારું તો સપનું સરક્તુ જાયે સર સર,
ઓઢણી સંકેલું તો પાલવનો છેડલો થાયે ફર ફર.
ગાલે પડી ભાતે, ફૂલોની સોગાતે, સૌરભ થઈ કળશું સાજન.
એકલ દોકલ...

ઉડીને આભે જઈ બેસે તો સપનું થાયે ઝળહળ,
તારલાની વાતોમાં હૈયાનો સાગર થાયે ખળખળ,
ઝરણાંના ગીતે, સાગરનાં સંગીતે સૂર થઈ ભળશું સાજન,
એકલ દોકલ...

પડખું ફરું ને મારું પગનું ઝાંઝરીયુ કરે રણ ઝણ,
તમે હાથ ઝાલો ને મારું હાથનું કંગનીયું કરે ખણ ખણ,
ચાંદની રાતે, કેસરિયા પારિજાતે, ફુલ થઈ ફળશું સાજન.
એકલ દોકલ…


Rate this content
Log in