તું હી તું હી તું
તું હી તું હી તું
1 min
13.4K
હ્રદય-ધબકાર બોલે છે પ્રતિક્ષણ તું હી તું હી તું;
અને છે રક્તનો પ્રત્યેક કણકણ તું હી તું હી તું!
કબૂલી તું સહજ શકતી; કબૂલી હું સહજ શકતો--
હ્રદય-બુદ્ધિ વચાળે છે જે સમજણ તું હી તું હી તું!
તરસતું ક્યાં સુધી રહેવું; તલસવું ક્યાં સુધી સહેવું?
તરસ- તલસાટ વચ્ચે રોજ ચણભણ તું હી તું હી તું!
વસંતો; પાનખર;વર્ષા સમયનું ચક્ર ફરવાનું;
મહામૂલું અને નિર્ભેળ આંગણ તું હી તું હી તું!
જગતની રીત-રસમોને ફગાવી તો પડ્યો વાંધો;
જગત બોલ્યું તરત કે સાવ અણઘડ તું હી તું હી તું!