Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

જાગીને જોઉં તો

જાગીને જોઉં તો

1 min
160


જાગીને જોઉં તો જગત દીસે નહીં,

ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે,

બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરબ્રહ્મથી ઊપન્યાં,

અણુ અણુ માંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,

થડ થકી ડાળ નવ હોય અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે :

કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અં

તે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો,

રચી પરપંચ ચૌદ લોક કીધાં;

ભણે નરસૈંયો 'એ તે જ તું,'

'એ તે જ તું,' એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.


Rate this content
Log in