Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

લય

લય

1 min
13.3K


દ્રષ્ટી લય કર્મ લય અહીં હર નિર્ણય લય,

છે શ્વાસ-ઉછ્વાસ ને હર કદમ જ્યાં લય.


લયની શું વાત કરું હર નિર્લયમાં ગોતું લય,

ના સમજ નહીં સમજે આ અસ્તિત્વની લય.


રવિ-શશી ને સિતરાય સમજે છે ઍની લય,

ને રત્નાકરની રવાની છે રમતિયાળ લય.


ટાઢ-તડકાને અનુસરે તરતજ ભીની લય,

નીરખે નયન આ મેઘ-ચાપ મહીં રંગાલય.


લય મય જીવન ચિન્મય ને હું ઍમા તન્મય,

નથી લય અમીમય તો તો છે ઍ પથ-પ્રલય.


લયમાં"પરમ"લીન હું લણું "પાગલ" પ્રભુ-લય,

આ લય મય જીવન જ જાણે શ્રેષ્ઠ કાર્યાલય.


મદિરાલયમાં પણ સાંપડી શિવાલયની લય,

જો દેવ મુજમાં વિલય તો હું જ અહીં દેવાલય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational