Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

શંકરે પૂછ્યું પાર્વતીને

શંકરે પૂછ્યું પાર્વતીને

1 min
6.5K


શંકરે પૂછ્યું પાર્વતીને હળવેકથી એના કાનમાં
ભભૂતિથી ભરાયેલ હું તને કેમ આવ્યો ધ્યાનમાં
 
તમારી સાદગી ઉપર હું ફીદા હતી ભોળા શંકર
મને જ્યારે તમે ગમી ગયા હતી પુરેપુરી ભાનમાં
 
દેવો સોડે સણગાર સજે ફરે પછી રૂપના મદમાં
વાઘાંબરી પેરી લાગો રૂપાળા ભભૂતિ ના સ્વાંગમાં
 
હીરા મોતીના મુગટ નહીં લાગે કદી મને વાલા
બીજનો ચંદ્ર શોભે સોહામણો શીવ તમારા ભાલમાં
 
ચઢાવી એક ટબૂડી દુધ કેરી પતું એક બીલીપત્રનું
તમે છે કેવા ભોળા આપી દીધું સઘડું તેને દાનમાં
 
અમૃત ઘોડીઘોડી પી ગયા સઘળાં સ્વર્ગના દેવો
ઝેર પચાવી તમે નાચ્યા કેવા નશા કેરા ભાંગમાં
 
ભાંગ ઘોડીઘોડી પીવી છે મહાશિવરાત્રી છે આજ
રવાડી કાઢી રૂપાડી પહોંચવું આજ શંકરના ધામમાં
 
પાતાળ છોડી ધરતી પર આવ્યા નાગ રાખી કંઠમાં
દૂર કરવા દુખડા 'મૌન' બેઠા નાગેશ્વર કેરા ધામમાં


Rate this content
Log in