Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tanvi Tandel

Others

3  

Tanvi Tandel

Others

ઈશ્વર

ઈશ્વર

1 min
252


ઈશ્વર

તમને કઈક પૂછવું છે

તને જોયા વિના જ બધા તારી વાતો કરે છે

કેટકેટલાં સ્ત્રોત્ર,ભજનો ગાય છે.

તો તું સાંભળે છે ?


હાથ જોડી જોડી પથ્થર પૂજતા માણસો,

તને દેખાય છે ને ?

તારું મુકામ પોસ્ટ ક્યું છે હે ?

તું મંદિર માં રહે છે ? કે પછી....

થોડાક મસ્જિદ ને ચર્ચમાં પણ તને શોધે છે.


જોયા વિના મૃગજળની વાત

કવિતામાં થાય તો ચાલે પણ તારી ?

ગીતા,કુરાન,બાઇબલ વાંચીનેય

અમલ ક્યાં થાય છે.


તું તો જોતો હશે ને

તારી જાદુગરી મનેય બતાવને

હાર - તોરા લાઉં ?

તું મૂર્તિમાં આરામ ન ફરમાવતો હો


તારા હોવા ના હોવાની

તર્કપૂર્ણ દલીલોમાં હું નથી પડતી

હું તને પૂજ્યભાવે વળગી રહીશ

તું આવશે એ શક્યતા સાથે,

ઈશ્વર તું આવીશ ને ?


Rate this content
Log in