Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harsh Bhrambhatt

Others

4  

Harsh Bhrambhatt

Others

થઈ જશે

થઈ જશે

1 min
12.9K


આપના મનસૂબા જો પ્રગટ થઈ જશે
તો પછી માર્ગ સઘળા વિકટ થઈ જશે

મોરપીછું જો તારો મુગટ થઈ જશે
ક્યાંક તારાથી પણ છળકપટ થઈ જશે

જે ચલાવી રહ્યો સૌને રસ્સી ઉપર
આખરે એ બિચારોય નટ થઈ જશે

જાય શંકા કદી તો ઉભા ના રહો
ચાલતાં-ચાલતાં ચોખવટ થઈ જશે

સ્મિત તકલાદી પણ જો હશે, ચાલશે
આ ઉદાસીની કાયાપલટ થઈ જશે


Rate this content
Log in