Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Seema Gosai

Others

3  

Seema Gosai

Others

ઘેલછા

ઘેલછા

1 min
13.6K


હા, જીવન જીવવાની ઘેલછા હોવી જોઈએ,
જોઈતું હોય એ મેળવવાની ઘેલછા હોવી જોઈએ.

જીવનરણમાં ભટકીયે સદાય માટે ભલે પણ,
ગમતીલા પ્રદેશ જાવાની ઘેલછા હોવી જોઈએ.

ડગલે ને પગલે ઈચ્છાની ગલીઓ કાંટાળી રાહ છે,
તોય એક ગુલાબ મેળવવાની ઘેલછા હોવી જોઈએ.

સંબંધો એ જાગતી આંખોના સ્વપ્નો છે બધાયે,
પણ એક આત્મસાથીની ઘેલછા હોવી જોઈએ.

દિવસ અને રાતની માયામાં ભલે ફરે 'સીમા',
તોય એક ક્ષિતિજની ઘેલછા હોવી જોઈએ.


Rate this content
Log in