તો કોણ જાણે શું થશે?
તો કોણ જાણે શું થશે?
એકલા આવ્યા પછી તો કોણ જાણે શું થશે?
સાથ એ છૂટ્યા પછી તો કોણ જાણે શું થશે?
મૌન રાખી બોલતા તો પ્રેમ ફાલ્યો જાય છે.
સ્નેહ તૂટી ગ્યા પછી તો કોણ જાણે શું થશે?
બાગ તો આખો લહેરાયો સુગંધી વાયરે.
ફૂલ ચૂંટાયા પછી તો કોણ જાણે શું થશે?
આસમાની રોજ વાતો લાગણીમાં થાય છે.
ચેન લૂંટાયા પછી તો કોણ જાણે શું થશે?
યાદમાં વીતી ગયો આ વક્ત તો સાજોસમો.
શ્વાસ છૂટી ગ્યા પછી તો કોણ જાણે શું થશે.
ગાલગાગા x3 ગાલગા