Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

રાધાનો અભાવ

રાધાનો અભાવ

1 min
428


આજ ઘેલું છે ગોકળિયું ગામ,

કેશવે વહેતુ મૂક્યું છે રાધાનું નામ,


આંસુ છલોછલ બે આંખડી જેવા,

તરતા બેડા કરે વાત,

મારા મોહનની ગામલોકો શીદને કરે છે પંચાત !


ભૂલી પડી રાધા કુંજ ગલીએ,

સખી મુઈ પાછી પૂછે,

ક્યાં ગઈ 'તી અલી તું આમ ?


આજ ઘેલું છે ગોકળિયું ગામ.

કેશવે વહેતુ મૂક્યું છે રાધાનું નામ.


Rate this content
Log in