Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

ઊભાં.

ઊભાં.

1 min
6.7K


અમે એક હિસ્સો કપાવીને ઊભાં;
પછી એક કિસ્સો સૂણાવીને ઊભાં.

અમે કેમ ઊભાં નથી જાણતાં કંઈ
વિકલ્પે બગીચો સજાવીને ઊભાં.

અમે એક પગભર બધી શક્યતા લઈ
મૂલાધાર જુસ્સો ટકાવીને ઊભાં.

અમે તો ફરિશ્તા હતા પાંખવાળા;
તમારી જ ખાતર ગૂમાવીને ઊભાં.

બિછાવ્યું હતું એક સામ્રાજ્ય લીલું;
ગિલોટિન ઉપર શીશ ઝુકાવીને ઊભાં!


Rate this content
Log in