Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitesh Raichura

Others

2  

Hitesh Raichura

Others

જિંદગી નો મતલબ શું?

જિંદગી નો મતલબ શું?

1 min
1.3K


જિંદગીનો મતલબ શું?
 
અધૂરા ઉદેશ્યો,
પુરી ન થયેલી અપેક્ષાઓ,
દબાયેલા ઉદ્વેગો,
કુદરતે બાંધેલા સંબંધો,
વણજોઈતી સંવેદનાઓ,
જેમતેમ વીતેલો સમય
કે-
બાકી રહેલુ અણધાર્યુ ભવિષ્ય ?
 
બિલકુલ નહીં.
જિંદગી એટલે... મુસ્કાન,
તમારા મિત્રોની શુભેચ્છાઓ,
પતંગિયાના રંગ જોઈ અનુભવેલો આનંદ,
વરસાદના ટીપા હાથમાં લઈ તેની જોડે રમવું,
થાકીને સાંજે ઘરે જાવ તો જીવનસાથીનો મીઠો આવકાર,
લોથપોથ થઈને મીઠી ઉંઘને બોલાવવું તે,
અધૂરી ઈચ્છાઓને સ્વપ્નોમાં પુરી થયેલ જોવું,
પુરા થયેલા ઉદેશ્યોને મન ભરીને માણવું.
ઈશ્વરે આપેલ દરેક સુખ માટે આભાર માનવો તે,
કોઈ દુખિયારાને બે ક્ષણ માટે પણ આનંદ આપવો મતલબ જિંદગી...


Rate this content
Log in