Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Satish Sakhiya

Inspirational Classics

4  

Satish Sakhiya

Inspirational Classics

ખુમારી આ ભોમની

ખુમારી આ ભોમની

1 min
14.1K


ખુમારી આ ભોમની ક્યાં ખર્ચાઈ ગઈ? 

કંગાલિયત આ દેશની ચોમેર ચર્ચાઈ ગઈ. 

સાચી સંવેદના તો જાણે ક્યાં ખોવાઈ ગઈ, 

આડંબરની આંખે આખી દુનિયા રચાઈ ગઈ.

મહેમાની ને માણસાઈ કહેવત બની ગઈ, 

સંસ્કાર અને સંસ્કૃતિ તો સાવ લોપાઈ ગઈ. 

શિક્ષણ વધ્યું એનાથી તો ગણતરી વધી ગઈ, 

ઉમળકો ઉરનો ગયો ને ખોખલી હસી છવાઈ ગઈ. 

લાગે છે મને તો સારી હતી રાજાશાહી, આ, 

લફંગી લોકશાહીમાં સાચી રીત છીનવાઈ ગઈ. 

કહે છે 'સતીષ' ચાલો સૌ સાથે મળીને કરીએ, 

એવું કૈં આખા વિશ્ચ પર ફરી તિરંગો લહેરાઈ જાઈ.


Rate this content
Log in