કૈંક
કૈંક
1 min
6.7K
શબ્દોમાં વહાવું છું આજેય ધબકાર કૈંક,
જોઉં છું રાહ રોકી આંખનો પલકાર કૈંક.
ખડો છું હજુય એ જ અસમંજસમાં ત્યાં,
આપ્યો તો ચાર મધુરી પળોનો સહકાર કૈંક.
સોળે શણગાર ફિકા પડ્યા તારા રૂપ આગળ,
એક નાનકડી બિંદીનો હતો એવો અલંકાર કૈંક.
ચમકી'તી આંખોમાં અજીબ ચમક ત્યારે,
વરસાવ્યો'તો મીઠો બે શબ્દોનો તેં ફટકાર કૈંક.
હતું ગુમાન જાત પર ખૂબ અલગારી તોય,
એક મધમીઠા સ્મિત થકી તોડ્યો અહંકાર કૈંક.