Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Children Stories Others

3  

Kiran shah

Children Stories Others

તો એમાં હું શું કરી શકું ?

તો એમાં હું શું કરી શકું ?

1 min
291

નાસમજી ને નાદાની એ ઉંમર,

એ અણસમજની ઉંમર,

બાળપણના મસ્તીના દિવસો

દોસ્તો સાથે ધીંગામસ્તી.

બે વજહ બે પરવા રખડ્ડપટ્ટી,

કાલની ચિંતા નહી,

વાત વાતમાં બેફિકરાઈ, 

તો એમાં શું ?

કહી ખભા ઉલાળી ભાગવું,

માના લાડ દાદીનો દુલાર,

દાદાના ચહીતા.

બાપુનું આ કયારે સમજશે ?

ઘરમાં ચાલતી ધમાચકડી,

શાળાના મિત્રો શિક્ષકોની યાદ.

નદી કાંઠે, વડવાઈની ડાળે હિંચકા,

નદીમાં ધુબાકા, પર્વતનું ચઢાણ,

પ્રકૃતિના ખોળે રાતના,

ખુલ્લા આકાશનું તારા દર્શન.

ને વાત વાતમાં તો એમાં શું ?

કાશ એ દિવસો પાછા મળે,

એ નાદાની, એ બાળપણ જીવવા મળે.

ને કાશ પાછું કહી શકું,

તો એમાં શું ?

સાચે જ

તો એમાં હું શું કરી શકું ?

Rate this content
Log in