Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


તારા જેવું કોણ?

તારા જેવું કોણ?

1 min 7.1K 1 min 7.1K

છોડી દીધો નાતો તારા જેવું કોણ?
પળમાં વ્હાલો થાતો તારા જેવું કોણ?
 
જેના માટે જાત ઘસીને જગમાં રહીયે
તે તો બદલી જાતો તારા જેવું કોણ?
 
વાસણ સરખા હોય લાગે રૂપ - રૂપાળા
બાકી તો ઢગલો કહેવાતો તારા જેવું કોણ?
 
તારા દુઃખના દર્દોને મેં હસતાં ઝીલ્યા
રસ્તો ન સમજાતો તારા જેવું કોણ?
 
ધરી હથેળી સઘળા વેણ લઉં છું ઊંચકી
શબદમાં તું પડઘાતો તારા જેવું કોણ?
 
કંકુ થાપા પાડી આખું જીવન સોપ્યું તુજને ,
મારામાં તું પથરાતો તારા જેવું કોણ?


Rate this content
Originality
Flow
Language
Cover Design