Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kavi Jalrup

Others

2  

Kavi Jalrup

Others

દીકરીને દુર્ગા બનાવો.

દીકરીને દુર્ગા બનાવો.

1 min
7.0K


દીકરીને દુર્ગા બનાવો,

વાત સીતા દ્રૌપદીની સમજાવો

દીકરીને દુર્ગા બનાવો .

 

ડરીને ક્યાં સુધી ચાલશે?

ક્યારેક રોતી રોતી આવશે.

એક વાત હૈયાને જણાવો,

દીકરીને દુર્ગા બનાવો.

 

દીકરી છે બે ઘરનો દીવો

આ સમાજ મૂંગો છે કેવો!

મન મૂકીને તેને ભણાવો,

દીકરીને દુર્ગા બનાવો.

 

અહીં ખોખલું દેશનું શાસન,

રખડે છે રાવણને દુઃશાસન. 

શસ્ત્રો ચલાવતાં શીખડાવો,

દીકરીને દુર્ગા બનાવો.

 

 

 


Rate this content
Log in