Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Leena Maru

Others

3  

Leena Maru

Others

ચાલને ફરી

ચાલને ફરી

1 min
7.2K


ચાલને ફરી મળવા જઈએ,
વરસાદી વાયરામાં ફરવા જઈએ.
આટલું તો મેહુલ પણ નથી તરસાવતો ભૂમિને,
ચાલને ફરી હાથ ભીડીએ બધું ભૂલીને.

જોને, ચારે બાજુ લીલું-કુણું ઘાસ,
હવે તું ના છોડીશ મારો હાથ,
ચાલને ફરી ખેંડીએ પ્રેમનો પ્રવાસ.
ટીપે-ટીપે ભીની માટીની મહેક માણીએ,
ચાલને ફરી આંખમાં આંખ પરોવીએ.

ના પૂછીશ ક્યારે છૂટશે આ સાથ,
ક્યાંય જોઈ છે અલગ વીજ ને ગાજ?
'નસીબ' મન મૂકીને ફેલાવે હાથ,
ચાલને ફરી ભીંજાતા ભીંજાતા ભરીએ બાથ...


Rate this content
Log in