Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

3  

Kiranjogidas Oghani

Others

બસ કરને બા, હવે !

બસ કરને બા, હવે !

1 min
13.6K


લે ! બસ કરને બા, હવે !

કશું  જ સહન કરીશમાં;
હવે ચાલશે, ફાવશે અને ભાવશે,
એવા શબ્દોનું રટણ કરીશ ના હવે!

શું શરીર તારું કદી થાકતું નથી?
શું તને કદી કોઈ દુ:ખ લાગતું નથી?
જીવનભર જીવી તું અન્યને કાજ
શું તારા માટે જીવવું તને ફાવતું નથી!
એ બધું શીખી જાને !
બા, હવે લે! બસ કરને ! બા, હવે !

તારું ઘર એ જ તારું તીરથ ધામ,
તારી સેવા આગળ ભક્તિનું શું કામ?
ઢળતી ઉંમરની ઓગળતી સાંજે,
તારે હજીયે કરવાના બાકી છે કામ,
હવે તો બેસ! કહેતી નઈ ના હવે !
લે ! બસ કરને ! બા હવે !

ઘરનો હિસાબ તારી આંગળીના ટેરવે,
કામની લાહ્યમાં કદી માળાના ફેરવે.
નાનકડાં કામ સારું દોડતી રહેતી,
તુંબે ઘડી પગને જમીને ના ઠેરવે.
પગનાં દુ:ખાવાને અવગણીશમાં હવે!
લે ! બસ કરને બા, હવે !

ચિંતા અને ઉદાસીનાં
હેંતકનાં
ભારેઆંખો બની ગઈ છે
ખાડીચામડીએ પડેલી
એકએક કરચલીખાય છે
આખા જીવતરની ચાડી, બસ !
જરીયે અફસોસ કરીશમાં હવે, લે !
લે ! બસ કરને બા, હવે !

જાણું છું બધું સહેવાની,
તને આદત થઈ ગઈ છે હવે,
ડહાપણની બધીય વાતો
તો નાહક થઈ ગઈ છે.
હવે પણ બદલાઈ જા ને !
બા.. જરીયે મોડું કરીશમાં...
લે ! બસ કરને બા, હવે !


Rate this content
Log in