Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

નકશો

નકશો

1 min
14.5K


લઘુલિપિના સ્વરુપે કાગળમાં આકારાય છે નકશો,

થોડામાં ઘણુંબધું સંકેત સહારે કહી જાય છે નકશો.


સ્થળની માહિતી પૂરી પાડનાર આખરે એ ભોમિયો,

પ્રમાણમાપના સંગાથે હંમેશાં ઓળખાય છે નકશો.


કદીક પૂર્વ આયોજને ભાવિની ઝાંખી કરાવનારો એ,

સમયાંતરે પરિવર્તન પામી જઈ બદલાય છે નકશો.


પ્રારબ્ધ પ્રત્યેકનું પૂર્વનિર્મિત નકશો માનવું રહ્યું સૌએ,

પ્રચંડ પુરુષાર્થ, પ્રસ્વેદ, પ્રાર્થનાથી પલટાય છે નકશો.


સ્થળની પરિસ્થિતિનું સંપૂર્ણ આલેખન કરનારો છે,

ક્યાંકને ક્યાંક અક્ષાંશથી અંતરે સંકળાય છે નકશો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational