Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Others

3  

Arjun Gadhiya

Others

જીવનમાં પાનખર આવે છે

જીવનમાં પાનખર આવે છે

1 min
418


સાથીઓથી છુટાં પડવાની મોસમ આવે છે,

ઉનાળો આવે, ને જીવનમાં પાનખર આવે છે.


ઘટાદાર શાળા પર કૂમળા પાન જેવા હોય,

તોય ત્યાંથી ખરી પડવાની મોસમ આવે છે,

ઉનાળો આવે, ને જીવનમાં પાનખર આવે છે.


મજાક-મસ્તી કરવાની હજી મજા આવી હોય,

ત્યાં એને યાદો બનાવી દેવાની મોસમ આવે છે,

ઉનાળો આવે, ને જીવનમાં પાનખર આવે છે.


જે ડાળીએ બેસી રોજ ગીત નવાં ગાયા હોય,

એ ડાળીથી વિખૂટાં પડવાની મોસમ આવે છે,

ઉનાળો આવે, ને જીવનમાં પાનખર આવે છે.


'અર્જુન’ને માંડ પક્ષીની આંખ દેખાઈ હોય,

ત્યાં ગુરુ દ્રોણથી રજા લેવાની મોસમ આવે છે,

ઉનાળો આવે ને જીવનમાં પાનખર આવે છે.


Rate this content
Log in