સંધ્યા
સંધ્યા
આજ, સંધ્યા સમાઈ
ગઈ સૂરજ માં....
સૂરજ પણ હસતો હસતો
ડૂબી ગયો સંધ્યા માં...
થઈ ગઈ અલબેલી રાત..
દિવાળી ના દીવામાં
બેઠી છે છૂપાઈને જોતી
રાહ મિલન ની ક્ષિતિજે.
પ્રીત ની અંતિમ ચરમસીમા
એકબીજાના બાહુપાશમાં
સર્જાઈ... અને પ્રીત ઘેલી
થઈ હર્ષ ઘેલી...!