Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

દાળ માં કાળુ...

દાળ માં કાળુ...

1 min
7.1K


ભાઈ આ દાળમાં ક્યાં કાળું છે?
અહીં તો આખી દાળ જ કાળી છે
 
જ્યાં તમે જુવો ત્યાં બસ એક જ
અસંતોષની જ તો હૈયા હોળી છે
 
છે જૂઠની જ જાહોજલાલી બધે
ને ખાલી આ સત્યની ઝોળી છે
 
ભર વસંતે આ પાનખર કેમ ?
જવાબદાર બાગનો જ માળી છે
 
નફરતના માથે તો તખ્તોતાજ
ને મહોબ્બતને જ મળી સૂળી છે
 
ખોટી મહેરબાની ને આ દિલાસા
વળી આ કોને પીઠ થાબડી છે
 
વકરી ગઈ સમસ્યા તેથીજ વધુ
ચોરને જ પોલીસની હૂંફ મળી છે
 
શિખરની લાલચમાં ને લોભમાં
જાત મારી ખીણમાં જઈ પડી છે
 
હું મુસાફર છું 'પરમ' સમંદરનો
ને 'પાગલ'એ રણમાં હાંકી હોડી છે


Rate this content
Log in