Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પ્રેમ પરિપક્વતા

પ્રેમ પરિપક્વતા

1 min
13.6K


સંબંધોની મડાગાંઠ ખેલદિલીથી ખોલી લે

જીવનમાં થોડીક અમથી બાંધછોડ કરી લે


અરે મુંઝાવાની વાત જ ક્યાં રહી છે પછી

સ્મિતને જ શણગાર વદનનો બનાવી લે


આ પાનખરનો પથારો ને સુરીલું છે સંગીત

જીવન વસંત ના વધામણા આમ જ કરીલે


ને કોકિલના કંઠે છે ગ્રીષ્મના ગળ્યા ગાણાં

મનના આંબલિયે જાતને તું પણ મ્હોરી લે


રણમાં ખિલાવટની જીદ લઈને બેઠેલું ગુલાબ

કસોટીઓ મ્હાત કરીને તું પણ આજ મહેકી લે 

 

અંતરે ઉમટી પડે જો વાદળ લાગણીઓના

તો આજ આંખો થકી અનરાધાર વરસી લે


થાય એટલો થવા દે "પરમ" પ્રેમમાં અતિરેક

પરિપક્વતા "પાગલ" થઈને પુરવાર કરી લે


Rate this content
Log in