Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

જમાનો કહે છે

જમાનો કહે છે

1 min
6.7K


તુજ સંગે સબંધ કેવો ને સગપણ કેવું,
છતાં દિલથી દિલના તાર મળ્યા છે.

જમાનો ભલેને પોરા શોધે જળમાં,
મિલન તારું ને મારું હૈયાને ગમે છે.

જમાનાને પડી ટેવ ફરિયાદ કરવાની
બધિર કાને ક્યાં કદી પરવા કરી છે

સિમેન્ટના વનમાં ગગનચુંબી મકાનમાં,
માણસ કે ચાવી દીધેલ પૂતળાં વસે છે.

સંબંધ અને સગપણ ઠન ઠન ગોપાલનું,
દરકાર હૈયાની આજે ક્યાં કોને લગીર છે.

સદા હસતું કિલકિલાતું રહે હે મન તું,
આને જ જીવનની રીતી જમાનો કહે .છે


Rate this content
Log in