Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dave Ravikumar Kanubhai

Others

3  

Dave Ravikumar Kanubhai

Others

પસાર થા.

પસાર થા.

1 min
6.8K


હું ક્યાં કહું છું તુજને કે મારી ધરાર થા,

દરરોજ બસ તું મારા ઘરેથી પસાર થા.

 

તું એકસાથ બેય રીતે નહિ રહી શકે,

કાં તો તું પાનખર થા, કાં તો તું બહાર થા.

 

તું છે અમીર તોય કાં ટાઢક થઈ નહીં?

તું જા પ્રથમ ગરીબનો તો ઓડકાર થા?

 

હું પણ તો તારી કલ્પના મારી રીતે કરું,

કે આવ થઈ શકે તો તું કોઈ વિચાર થા.

 

કંટકની સાથ ફૂલની હાલતને જાણવા,

'પ્રત્યક્ષ' એકવાર બને તો તુષાર થા.

 

 

 


Rate this content
Log in