Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

થાતા થઈ ગયાં

થાતા થઈ ગયાં

1 min
6.8K


જે દિવસથી એમના દીદાર થાતા થઈ ગયાં,
સાવ કોરાં ચોપડે વ્યવહાર થાતા થઈ ગયાં !

મારી સામે જોઈને શું સાથીયો એણે કર્યો,
હક્ક વગર એના અમે હકદાર થાતા થઈ ગયાં.

સ્હેજ બારી ખોલતાંએ જીવ ન્હોતો ચાલતો,
એ ઝરૂખે આવીને તૈયાર થાતા થઈ ગયા.

જેટલાં બખ્તર હતાં એ દાનમાં આપી દીધાં,
એમની નજરોથી જયારે ઠાર થાતા થઈ ગયાં !

સાવ બુઠ્ઠા સ્વપ્ન મારાં માથું ઉંચકીને હવે-
ધાર કાઢી-કાઢીને તલવાર થાતા થઈ ગયાં.

એક પછી એક કાયદાઓનું થયું ઘડતર સતત,
એકબીજાની અમે સરકાર થાતા થઈ ગયાં.

પ્રેમમાં ન્હોતી ખબર આવુંય પણ થાશે 'નિનાદ',
જ્યાં 'તમે'થી ચાલતું, 'તું' કાર થાતા થઈ ગયાં.


Rate this content
Log in