Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Khakhar

Others

3  

Parul Khakhar

Others

પકડો કલમ

પકડો કલમ

1 min
13.7K


છોડી દીધેલો દાખલો વર્ષો પછી સમજાય તો પકડો કલમ
કોરી હથેળી પર ભૂંસેલું નામ જો વંચાય તો પકડો કલમ
 
આવે છતાં આવે નહીં, આવ્યા પછી બટકે અને છટકે ખરો
નાટક અને નખરાં શબદનાં આપને પોસાય તો પકડો કલમ
 
વાસ્યું ધડાકાભેર ને ભીડ્યો ચસોચસ આગળો એ દ્વાર પર
હળવેકથી ઈ ચ્છા ટકોરા મારતી દેખાય તો પકડો કલમ
 
પકડો કલમ ને ત્યાં અચાનક હાથ છોડી દે કવિતા શક્ય છે
એવી ક્ષણે ચીરી ત્વચા જો આંગળા કોળાય તો પકડો કલમ
 
સૌ વીરડા રૂઠે અને સાચી પડે મૃગજળ વિશેની વાયકા
રેતી ભરેલી આંખમાં જો વાદળી ઘેરાય તો પકડો કલમ
 
ફાટી ગયેલા વસ્ત્રને સાંધી શકો ને થીગડું મારી શકો
પણ કાળની મૂંગી થપાટે પોત જર્જર થાય તો પકડો કલમ 
 
વળગી જશે, ભરખી જશે જઈ  ચોટલી બાંધો સ્મરણના પ્રેતની
માથું પછાડી ત્યાં અધૂરી લાગણી વળ ખાય તો પકડો કલમ


Rate this content
Log in