Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અછાંદસ કાવ્ય
અછાંદસ કાવ્ય
★★★★★

© Pramod Mevada

Others

1 Minutes   1.1K    7


Content Ranking

વ્યસ્તતાના અંચળા હેઠળ
કયારેક થતી અવગણના
આમ તો સહજ હોઈ શકે
પણ
શું પરિણામ આપે?
ભીતર એકલું અટુલું સળગતું મન અહર્નિશ સળગતાં સ્વપ્નો
ધીમી આંચ તો ક્યારેક પ્રખર તાપ
સતત ચાલતું રહેતું વમળ વિચારોનું
અંધારી રાતમાં દૂર બળતું
એક નાનકડું કોડિયું
એવી એક આછીપાતળી આશ
આખરે છે શું આ?
એક હળવી લહેરખીની જેમ
ક્યારેક યાદ આવી જતું
એ હળવું સ્મિત
અલગારીપણું હાવી તો થશે 
ત્યારે થશે
હમણાં હમણાં
એ ભુલાઈ ગયેલું સ્મિત
સતત કેમ હળવા ટકોરા કરે મન
ડેલી પર?
કદાચ હજુ ક્યાંક ક્યાંક થોડું થોડું
જીવી જવાય એવું પણ બની જાય ત્યાં એક હાકલ પડે ને
સઘળું હવા થઈ જાય 
પ્રેમમય વરસી
પડે સઘળું એ જ હશે પણ કદાચ... કદાચ...
એવું લાગે.......!

અછાંદસ કાવ્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..