Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamtora Raxa Narottam

Inspirational

0  

Mamtora Raxa Narottam

Inspirational

પ્રેમનો દરિયો

પ્રેમનો દરિયો

1 min
124


 

 

શીતલ ચાંદની શો નિર્મળ, નિશ્ચલ પ્રેમ તારો, મા,

પ્રેમની અમીધારા અવિરત વહેતી તારા હૃદયમાં,

વેઠી દુ:ખો ઘણા, વહાવતી પ્રેમ તણી ધારા તું,

તારા નિસ્વાર્થ પ્રેમનું એક –એક બૂંદ અમૂલ્ય મા,

તારો આ  અસીમ પ્રેમ જગતમાં અતુલ્ય મા,

પ્રેમની અનેક નદીઓ વહે, ચારેકોર જગમાં,

ભાઈ- બહેનના અટૂટ, બંધન સમો પ્રેમ,

સાચા મિત્રો તણો, નિસ્વાર્થ પ્રેમ જગમાં,

ગુરુ – શિષ્યના ત્યાગ તણો પ્રેમ દીઠો,

બાપ – દીકરીનો વહાલ વરસાવતો પ્રેમ,

પણ પ્રેમનો આખો દરિયો મળે તુજ ગોદમાં,

માનવ શોધે પ્રભુને ઠેર – ઠેર આ જગમાં,

મા રૂપી સાક્ષાત ઇશ્વરને ન ભાસે ઘરમાં,

ન જોઈ શકું, કદી એ અશ્રુભીની આંખો માની,

હે જનની, તારા પ્રેમનું ઋણ ક્યારે ઉતારી શકીશ?  

 

- રક્ષા મામતોરા 

                              


Rate this content
Log in